1. એક સમઘન બંધ પૃષ્ઠના કેન્દ્ર પર એક up quark અને બે down quarks મુકવામાં આવેલ છે. જેથી સમઘનની કોઈ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ .................... હશે.


૨. એક સુરેખ વાહક 5 A ના પ્રવાહનું વહન કરે છે. એક ઇલેક્ટ્રોન વાહકથી 0.1 m જેટલા લંબઅંતરે વાહકને સમાંતર 5×106 m/s ના વેગથી ગતિ કરે છે તો લાગતું બળ ..................... .3. આદર્શ ટ્રાન્સ્ફોર્મરમાં આઉટપુટ અને ઇનપુટમાં અફર રહેતી રાશિ ................... છે.


4. ઓછી આવૃત્તિવાળા ઓડિયો સિગ્નલોને ઉચ્ચ આવૃત્તિ ધરાવતા કેરિયર તરંગો પર સંપાત કરવાની પ્રક્રિયાને .................................. કહે છે.


5. સ્થાનાંતર-પ્રવાહનો એકમ .................... છે.


6. એમ્પલીટ્યુડ મોડ્યુલેટેડ તરંગો માટે, મહત્તમ કંપવિસ્તાર 7.5 E અને લઘુતમ કંપવિસ્તાર 2.5 E હોય તો મોડ્યુલેશન-અંક ..................... હોય છે.


7. એક પાતળા લંબચોરસ ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતાં તેના દોલનનો આવર્તકાળ T મળે છે. જો આ ચુંબકના સરખી લંબાઈના બે ટુકડા કરવામાં આવે અને કોઈ એક ટુકડાને મુક્ત રીતે દોલન કરાવતાં દોલનનો આવર્તકાળ T' હોય, તો T'/T= ……………………… .


8. યંગના બે સ્લિટના એક પ્રયોગમાં જયારે 5000 Å તરંગલંબાઇનો પ્રકાશ વાપરવામાં આવે, ત્યારે પડદા પર (દ્રષ્ટિ-વિસ્તારમાં) 70 શલાકાઓ જોવા મળે છે. હવે, જો આ જ પ્રયોગમાં 7000 Å તરંગલંબાઇનો પ્રકાશ વાપરવામાં આવે, તો તેટલા જ વિસ્તારમાં મળતી શલાકાઓની સંખ્યા = .......................


9. X-ray ટ્યુબમાં પ્રવેગિત સ્થિતિમાન વધારતાં______


10. એક એ.સી. શ્રેણી અનુનાદ પરિપથમાં અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ના છેડાઓ વચ્ચે વોલ્ટેજના મૂલ્યો અનુક્રમે 5 V, 10 V અને 10 V હોય, તો આ પરિપથને લગાડેલ વોલ્ટેજ .................... હશે.


11. એક L-C-R પરિપથમાં C=25 μF, L=0.1 H અને R=25 Ω છે. આ પરિપથમાં E=410 sin⁡414t વોલ્ટ લગાડવામાં આવે છે. આ પરિપથનો ઈમ્પિડન્સ ............... હશે.


12. સિલિકોનમાં જો આર્સેનિક અશુદ્ધિ ઉમેરવામાં આવે તો કયા પ્રકારનો વાહક મળે?


13. હાઇડ્રોજન પરમાણુની બંધન-ઉર્જા 13.6 eV છે તો Li++ ની દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી ઉર્જાની જરૂર પડે?


14. નીચે આપેલામાંથી કોનું વ્યતિકરણ થઇ શકે?


15. ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન વધારવા માટે ...............


16. 12 kHz આવૃત્તિવાળા એક સિગ્નલ તરંગને 2.61 MHz ની આવૃત્તિવાળા કેરિયર તરંગની મદદથી મોડ્યુલેટ કરવામાં આવે છે તો ઉચ્ચ બાજુની આવૃત્તિ (USB) અને નિમ્ન બાજુની આવૃત્તિ (LSB) અનુક્રમે .......... થાય.


17. વિદ્યુત-ડાઈપૉલના કેન્દ્રથી અક્ષ પર 'r' અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો અંતર 'r' સાથેનો સંબંધ ............ છે. (r≫2a)


18. એક ચુંબકની લંબાઈ 3.14 સેમી અને ચુંબકીય ધ્રુવમાન 0.5 A m છે. જો તેને અર્ધવર્તુળાકાર સ્વરૂપે વાળવામાં આવે, તો ચુંબકીય ચાકમાત્રા = .................. .


19. એક તાંબાના ટુકડા અને બીજા જર્મેનિયમના ટુકડાને ઓરડાના તાપમાનથી 50 K સુધી ઠંડા કરતાં, ...................


20. બે લાંબા વાહકો એકબીજાથી d અંતરે રાખેલ છે. તેમજ તેમનામાંથી સમાન દિશામાં i1 અને i2 જેટલો પ્રવાહ પસાર થાય છે. તે એક બીજા પર F બળ લગાડે છે. જો તેમાંથી એકમાં પ્રવાહ બમણો કરીને દિશા વિરુદ્ધ કરવામાં આવે તેમજ તેમની વચ્ચેનું અંતર 3d કરવામાં આવે તો બળનું નવું મૂલ્ય .............


21. એક રેડીઓ-એક્ટિવ ન્યુક્લિયસ ((_Z^A)X), ત્રણ α-કણો અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે તો અંતિમ ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર કેટલો હશે?


22. એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ સમાન છે, તો ઇલેક્ટ્રોનની ગતિ-ઉર્જા ............. છે.


23. 20 cm2 નું ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તક સપાટી પર 18 W cm-2 તીવ્રતાનું વિકિરણ લંબરૂપે આપાત થતું હોય, તો 30 મિનિટમાં કથિત સપાટી પર લાગતું સરેરાશ બળ ............ N હશે.


24. એક રેડિયો-એક્ટિવ સમસ્થાનિક Xનો અર્ધઆયુ 1.4×109 વર્ષ છે જે ક્ષય પામીને Yમાં રૂપાંતર પામે છે જે સ્થાયી છે. એક ગુફાના પથ્થરમાં X અને Yનો ગુણોત્તર 1∶7 મળે છે તો તેનું આયુષ્ય કેટલું હશે?


25. 3 સેમી લંબાઈ ધરાવતા એક ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકની બંને વિરુદ્ધ બાજુએ 24 સેમી અને 58 સેમી અંતરે આવેલા બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર = ............


26. એક ટી..વી.. ટાવરની ઊંચાઈ 160 m છે. તેના દ્વારા 60 લાખની વસ્તીને આવરી લેવાતી હોય તો ટાવરની આસપાસ વસ્તી-ઘનતા જણાવો. (Re=7500 km)


27. વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર .................... હોય છે.


28. 10 cm2નું આડછેદનું ક્ષેત્રફળ અને 20 cmની લંબાઈ ધરાવતા પાઇપમાંથી બે સમઅક્ષીય સોલેનોઇડ બનાવેલ છે. આ સોલેનોઇડમાં આંટાની સંખ્યા અનુક્રમે 300 અને 500 હોય, તો આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ .......................... હશે.


29. યંગના બે સ્લિટોના પ્રયોગમાં એક પડદા પર કોઈ બિંદુ P પાસે મળતી તીવ્રતા એ વ્યતિકરણ ભાતમાં મળતી મહત્તમ તીવ્રતા કરતા અડધી છે. જો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ λ અને સ્લિટો વચ્ચેનું અંતર d હોય, તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને બિંદુ P વચ્ચેનું કોણીય સ્થાન કેટલું હશે?


30. એક એ.સી. પરિપથમાં તાત્ક્ષણિક વિદ્યુતપ્રવાહનું સૂત્ર I = 2 sin⁡(100πt + π/3) A છે. શૂન્યથી શરૂ કરીને પ્રથમ વખત મહત્તમ થવા માટે લાગતો સમય ................ હશે.


31. વિદ્યુતભાર ધરાવતા m દ્રવ્યમાનના કણને V વિદ્યુતસ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે છે. તે કણ B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાં લંબરૂપે દાખલ થાય છે અને R ત્રિજ્યામાં પરિઘ પર વર્તુળાકાર ગતિ કરે છે તો q/m (ગુણોત્તર) કેટલો હશે?


32. 30 cm અને 5 cm ત્રિજયાના બે સમકેન્દ્રી વાહક ગોલીય કવચ વિદ્યુતભારિત કર્યા છે. જો બાહ્ય કવચ પર 3 μC અને આંતરિક કવચ પર 0.5 μC વિદ્યુતભાર હોય, તો બાહ્ય ગોલીય કવચ પરનું વિદ્યુત-સ્થિતિમાન કેટલું હશે?


33. ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ એમ્પ્લિફાયરમાં પ્રવાહ ગેઈન 0.5 છે. એમિટર પ્રવાહ 7mA છે, તો બેઝ પ્રવાહ શોધો.


34. Z (પરમાણુંક્રમાંક) નું મૂલ્ય = ___________


35. 300 K તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન હોલ જોડકાંઓની સંખ્યા 1.5×1016 m-3 છે. અશુદ્ધિ ઉમેરતા મેજોરિટી ચાર્જ કેરિયરની ઘનતા 4.5×1018 m-3 થાય છે તો માઇનોરિટી ચાર્જ કેરિયરની ઘનતા ....................... m-3.


36. વોલ્ટમીટરનો અવરોધ G Ω છે અને તેની વોલ્ટેજ ક્ષમતા V વોલ્ટ છે. આથી તેને nV વોલ્ટ ક્ષમતા (range) વાળા વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો?


37. એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરનાર સાધન ઉપકરણોને .................. કહે છે.


38. સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ................... ના ..................... પ્રમાણમાં હોય છે.


39. Li^(++) માં પ્રથમ ઉતેજિત અવસ્થામાંથી ઈલેકટ્રોનને દુર કરવા જરૂરી ઊર્જા_________ eV છે.


40. ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુ તેની ધરાસ્થિતિમાં આવે ત્યારે λ તરંગલંબાઇવાળા ફોટોનનું ઉત્સર્જન કરે છે તો ઉત્તેજિત-અવસ્થાનો કવોન્ટમ-અંક કયો હશે?


41. ત્રણ સમકેન્દ્રીય ગોળીય કવચોની ત્રિજ્યાઓ R, 2R અને 3R છે તથા તેમના પરના વિદ્યુતભારો અનુક્રમે Q1, Q2 અને Q3 છે અને તેમની સપાટી પરપૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન હોય, તો કવચો પરના વિદ્યુતભારોનો ગુણોત્તર Q1 : Q2 : Q3 =.............


42. એક વિદ્યુત ડાયપોલની અક્ષ પર અમુક અંતરે q વિદ્યુતભાર મૂકતા F બળ અનુભવે છે. જો વિદ્યુતભારને બમણા અંતરે મુકવામાં આવે તો વિદ્યુતભાર પર લાગતું બળ.........


43. બે તારની ટ્રાન્સમિશન લાઈન અથવા કો-ઓક્સિયલ કેબલના અંતર સુધી T.V. પ્રસારણ (transmission)મેળવી શકાય ? (પૃથ્વી ત્રિજ્યા = 6.4 x 106m)


44. 4C વિદ્યુતભારનું A બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન -10V છે. તેને બીજા B બિંદુ પાસે લઈ જવા માટે કરવું પડતું કાર્ય 100J છે, તો બીજા બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન ........... હશે.


45. દરેક +q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એક 2a લંબાઈની અવાહક દોરીથી જોડેલા છે, તો દોરીમાં તણાવબળ કેટલું થશે?


46. R ત્રિજ્યાના ગોસીયન ગોળાકાર બંધ સપાટીમાં Q વિદ્યુતભાર છે. જો તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો બહાર આવતું વિદ્યુત ફ્લક્સ.....................


47. એક પાતળી ચોરસ સીટની લંબાઈ L,જડાઈ t અને અવરોધ્કતા ƍછે, તો ઘાટી કરેલી બાજુઓ વચ્ચેનો અવરોધ ............. હોઈ છે.


48. એક વિદ્યુતકોષ વડે અવરોધ R1માંથી t સમય માટે વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે આ જ કોષ વડે આટલા જ સમય માટે અવરોધ R2માંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા સમાન હોઈ તો વિદ્યુતકોષનો અવરોધ ............


49. એક પોટેન્શિયોમીટરનાં પ્રાથમિક સર્કિટમાંથી 0.2A નો પ્રવાહ વહે છે. આ પોટેન્શિયોમીટર વાયરની અવરોધકતા 4 X 10-7Ωm અને આડછેદનું ક્ષેત્રફળ 8 X 10-7 m2 છે, તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલનનું મુલ્ય..............


50. નીચેના બે વિધાનો ધ્યાનમાં લો.

51. જો e વિદ્યુતભારવાળો ઇલેકટ્રોન r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ f આવૃત્તિથી ભ્રમણ કરે છે, તો ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ સાથે સંકળાયેલ ચુંબકીય ચાકયાત્રા કેટલી ?


52. એકજ અક્ષ પર ગોઠવેલા બે સોલેનોઇડ ૧ અને ૨ ની લંબાઈ સમાન છે. તેમાં એકની અંદર બીજો સોલેનોઇડ રાખેલ છે. તેમના સમાન છે. તેમનાએકમલંબાઈદીઠ આંટાઓની સંખ્યા અનુક્રમે n1અને n2છે, તથા I1અને I2 તેમાંથી વિરુદ્ધ દિશામાં વહેતા પ્રવાહો છે. અંદરના સોલેનોઈદની અંદર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય ત્યારે જ મળે કે જયારે .............


53. બે ટુંકા અને 1cm જેટલી સમાન લંબાઈ ધરાવતા બે ગજિયા ચુંબકોની ચુંબકીય ચક્માત્રા અનુક્રમે 1.2 Am2 અને 1.0 Am2 છે. તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તરધ્રુવ (N) દક્ષીણ દિશામાં રહે. તેમની વિષુંવરેખા સામાન્ય છે અને તેમની વચ્ચેનું અંતર 20cm છે. તેઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ “O” પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મુલ્ય લગભગ ....... હશે.
(પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સ્મક્ષિતિજ ઘટકનું મુલ્ય 3.6 X 10-5 Wb/m2 લો.)


54. સમાન ચુંબકીયક્ષેત્રની અસર હેઠળ વિદ્યુતભારિત કણ R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર v જેટલી અચળ ઝડપે ગતિ કરે છે. તો તેની ગતિનો આવર્તકાળ...........................


55. એક A.C. જનરેટરના વોલ્ટેજ t = 0 s ના સમયે 0 V થી શરૂ કરીને t = 1/100π S માં 2 V થાય છે. આ વોલ્ટેજ 100V સુધી વધે છે અને ત્યારબાદ ઘટવાનું શરૂ થાય છે, તો આ જનરેટરની આવૃત્તિ શોધો.


56. પ્રેરકત્વના SI એકમ હેન્રીને નીચે મુજબ લખી શકાય.


57. વર્તુળાકાર તારના લૂપને અડક્યા સિવાય તેના વ્યાસને સમાંતર એક વિદ્યુતપ્રવાહધારિત તાર મૂકેલો છે, તો નીચેનામાંથી ક્યા વિધાનો સાચા છે ?


58. R = 6 Ω, L = 1 H અને C = 17.46 μF છે. તેમને શ્રેણીમાં જોડી A.C. પ્રાપ્તિસ્થાન સાથે જોડેલા છે, તો Q - ફેક્ટર = ................


59. સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટર સાથે તૈયાર કરેલ L – C ઓસ્સિલેટર પરિપથમાં સમય પસાર થાય છે, તેમ ................


60. અચળ મુલ્યના V અને ચલ કોણીય આવૃત્તિ ω ના A.C. સપ્લાય સાથે R અવરોધના બલ્બ અને C કેપેસીટન્સવાળા કેપેસીટરને શ્રેણીમાં જોડેલા છે. જો ω વધારવામાં આવે તો ................


61. ટ્રાન્સફોર્મરમાં ઇનપુટની સાપેક્ષમાં કઈ રાશિ આઉટપુટમાં બદલાતી નથી ?


62. C કેપેસીટન્સવાળા સંપૂર્ણ ચાર્જ કરેલાં કેપેસિટર પરનો શરૂઆતનો વિદ્યુતભાર q0છે. તેને L આત્મપ્રેરકત્વવાળા ગુંચળા સાથે t = 0 સમયે જોડવામાં આવે છે. ક્યા સમયે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર વચ્ચે ઊર્જા સરખી વહેચશે ?


63. વિદ્યુતચુંબકીય તરંગો માટે નીચેની પૈકી કયો ગુણધર્મ ખોટો છે ?


64. ઈન્ફ્રારેડ, માઇક્રોવેવ, અલટ્રાવાયોલેટ અને ગામા તરંગોનો તરંગ લંબાયનો ઉતરતો ક્રમ ............. છે.


65. એક પ્રિઝમનો પ્રિઝમકોણ A છે અને તેના દ્રવ્યનો વક્રીભવનાક cosA/2 છે, તો તેનો લઘુત્તમ વિચલણ કોણ કેટલો હશે?


66. સવારના સમયે ઉર્ધ્વ દિશામાંનું આકાશ બ્લ્યુ રંગનું દેખાય છે. કારણ કે ............


67. 100π કળા તફાવત = .......... પથતફાવત.


68. યંગના પ્રયોગમાં શલાકાની પહોળાઈ β છે. જો બધી જ ગોઠવણી યથાવત રાખીને આ પ્રોયોગ n વક્રીભવનાકવાળા પ્રવાહીમાં કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ................


69. -20 cm તથા +10 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બે લેન્સને પાસ-પાસે ગોઠવીને સંયુક્ત લેન્સને બનાવતા તેનો પાવર .......... D થાય.


70. V0 → f ના આલેખનો ઢાળ ............ દર્શાવે છે.

71. ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઈ 30 Å છે. જો ધાતુ પર 2000 Å નું વિકિરણ આપત થાય તો ............


72. બે જુદી જુદી આવૃત્તિવાળા પ્રકાશમાંથી 1eV અને 2.5eV ઊર્જાના ફોટોન 0.5 eV વર્ક ફંકશનવાડી ધાતુની સપાટી પર ધીમે ધીમે આપાત થઈ તેને પ્રકાશિત કરે છે, તો ઉત્સર્જિત ઈલેક્ટ્રોનોની મહત્તમ ઝડપનો ગુણોત્તર ........... થશે.


73. લાઈમન શ્રેણીની પ્રથમ વર્ણપટરેખાની તરંગલંબાઈ λ છે, તો બામર શ્રેણીની પ્રથમ વર્ણપટરેખાની તરંગલંબાઈ ......... થશે.


74. બોહર મોડેલ મુજબ હાઈડ્રોજન પરમાણુંમાં દ્વિતીય કક્ષામાં ભ્રમણ કરતા ઈલેક્ટ્રોનના રેખીય વેગમાનની ચાકમાત્રા .......... છે.


75. X-ray ની તરંગલંબાઈ .......... અને .......... વચ્ચે આવેલી છે.


76. બોહર પરમાણું મોડેલ પ્રમાણે હાઈડ્રોજન પરમાણુંમાંથી ઉત્પન્ન થતાં ફોટોનની ઊર્જા નીચેના પૈકી કઈ ઊર્જામાંની એક નથી ?


77. એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવનકાળ 5 વર્ષ છે તો 25 વર્ષ બાદ તેનો કેટલા ટકા ભાગ બાકી રહ્યા હશે ?


78. જર્મેનિયમ સ્ફ્તીકમાં અલ્પપ્રમાણમાં એન્તિમની ઉમેરવા (dopping) માં આવે તો ..............


79. P – N જંક્શન ડાયોડમાં વિદ્યુતક્ષેત્રની દિશા .......... હોય છે.


80. કયું full duplex પ્રસારણ (transmission)તંત્ર છે?


Practice questions for GUJCET 2018

Chemistry Maths

Download GUJCET’18 Booklet PDF

Download

Connect with Saffrony on Various Social Media Platforms: